ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે

ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે

ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ભારતના અગ્રગણ્ય પીવીસી-યુ પાઈપ્સ અને ફીટીંગ્સનાં ઉત્પાદક છે અને પીવીસી-રેઝીનનાં બીજા ક્રમનાં સહુથી મોટા ઉત્પાદક છે. અમારા પુણેમાં ઉત્પાદન માટેના કલાત્મક પ્લાન્ટ છે જે અમારા મુખ્ય મથકની ગરજ પણ સારે છે, એ ઉપરાંત મહારાષ્ટ્રના રત્નાગીરીમાં અને ગુજરાતના માંસારમાં પણ છે. ચિંચવડ, કટક, દિલ્હી અને ઇન્દોરમાં અમારા વેરહાઉસ છે જ્યાંથી અમે વિતરણનું કાર્ય કરીએ છીએ.

FIL ભારતના સહુથી પહેલા પીવીસી-યુ પાઈપ્સના ઉત્પાદક છે જેને પ્રતિષ્ઠિત IS/ISO ૯૦૦૧:૨૦૦૮ પ્રમાણપત્ર મળ્યું છે. અમે સતત અમારા ઉત્પાદનોમાં અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીએ છીએ જેને લીધે ૧ અબજ યુએસ ડોલર કંપની બનવાના અમારા લક્ષ્યાંકને નજીકના ભવિષ્યમાં સિદ્ધ કરવામાં અમને મદદ મળશે.

પીવીસી-યુ પાઈપ્સ વિભાગ-

પુણે, રત્નાગીરી અને માસરના અમારા ઉત્પાદન પ્લાન્ટ અત્યાધુનિક સાધનોથી સુસજ્જ છે જેને લીધે અમે વાર્ષિક ૨,૫૦,૦૦૦ મેટ્રિક ટનનું પ્રભાવશાળી ઉત્પાદન કરીએ છીએ.

ફિનોલેક્સ પીવીસી પાઈપ્સ અને ફીટીંગ્સ અનેક સાઈઝ, પ્રેશર શ્રેણી અને વ્યાસમાં ઉપલબ્ધ છે જેને લીધે કૃષિ અને એ સિવાયના ક્ષેત્રો જેવા કે રહેઠાણ, ઔદ્યોગિક અને બાંધકામમાં એના વિવિધ ઉપયોગ કરી શકાય છે.

અમારા ૧૫,૦૦૦ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રિટેલ આઉટલેટ દ્વારા આખા દેશમાં ચડિયાતી કવોલીટીના પીવીસીયુ અને સીપીવીસી પાઈપ્સ અને ફીટીંગ્સ પૂરા પાડીએ છીએ. 

પીવીસી રેઝીન વિભાગ-

પાઈપ્સ માટેનું મુખ્ય ઘટક છે પીવીસી. અમે રેઝીનના ઉત્પાદન માટે રત્નાગીરી ખાતે ૬૫૦ એકરમાં પથરાયેલો એક ઉત્પાદન પ્લાન્ટ ઉભો કર્યો છે. આ પ્લાન્ટ, હેક્સ્ટ ટેકનોલોજી દ્વારા Uhde GmbH જર્મની સાથેના ટેકનીકલ કોલેબોરેશનમાં ઉભો કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ, સસ્પેન્શન અને  ઈમલ્શન પીવીસીનું ઉત્પાદન કરે છે અને ૨,૭૨,૦૦૦ મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન કરે છે.

પીવીસીનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થાય છે જેવા કે, પાઈપ્સનાં ઉત્પાદનમાં, કેબલના ઇન્સ્યુલેશનમાં, વિન્ડો પ્રોફાઈલમાં, ફ્લોરીન્ગમાં, બ્લીસ્ટર પેકેજીંગ, વગેરેમાં. પીવીસીની પ્રકૃતિ બહુમુખી હોવાને લીધે, રોજેરોજ એનો ઉપયોગ નવી-નવી વસ્તુઓમાં થઇ રહ્યો છે. 

પીવીસી કોમ્પ્લેકસના એક ભાગ તરીકે, FIL દ્વારા એક ઓપન સી ક્રાયોજેનિક જેટ્ટી બાંધવામાં આવી છે, જે ભારતના ખાનગી ક્ષેત્રમાં પહેલીવાર બન્યું છે.

 

 • Leadership Team
  Leadership Team

  Know our leadership team that provides strategic direction

 • Awards
  Awards

  In recognition of its exceptional performance, Finolex Industries Ltd. has received various awards

 • History
  History

  Finolex Industries Limited was incorporated and with manufacturing plant in Pune.

તપાસ ફોર્મ

કોઈપણ વેપાર પૂછપરછ માટે કૉલ કરો

18002003466

તપાસ ફોર્મ

નીચે આપેલી વિગતો ભરો અને અમારા એક્ઝિક્યુટિવ્સમાંના એક ટૂંક સમયમાં તમારી પાસે આવશે.