સ્થિરતા

સ્થિરતા અમારો એક અભિન્ન ભાગ છે કે અમે કમ્પની તરીકે કોણ છીએ અને કઈ રીતે વેપાર કરીએ છીએ. અમે માત્ર ઉત્પાદનો નથી સર્જતા, પણ પર્યાવરણ, સામાજિક જવાબદારીઓ અને સરકાર પરત્વેનાં સામાન્ય રીતે સ્વીકૃત નિયમોનાં પાલન સાથે અમે સુસંગત રહીએ છીએ. ઉર્જા અને સ્ત્રોતનાં સંરક્ષણ તરફ ફિનોલેક્સ સહુથી વધુ ધ્યાન આપે છે. પછી એ ઉર્જાની બચત હોય કે મહત્તમ ઉપયોગ, અમે સ્થિરતાનાં એક લક્ષ્ય તરફ સતત કામ કરતાં રહીએ છીએ. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાનાં વિવિધ અવોર્ડ દ્વારા, અમારા પ્રયત્નને ભૂતકાળમાં સમર્થન મળ્યું છે.

 

તાજેતરમાં મળેલું સમર્થન

બેસ્ટ સેફટી પ્રેક્ટીસીઝ અવોર્ડસ ૨૦૧૫- નેશનલ સેફ્ટી કાઉન્સિલ

ગ્રીન મેન્યુફેક્ચરિંગ એકસેલન્સ અવોર્ડ ૨૦૧૪- મેરીટ સર્ટીફીકેટ, ફ્રોસ્ટ એન્ડ સલીવાન તરફથી બીલીવર્સ શ્રેણીમાં.

વૉટર કંપની ઓફ ધ યર એવોર્ડ નેશનલ સીએસઆર લીડરશીપ કોંગ્રેસ તરફથી

બ્લ્યુડાર્ટ ગ્લોબલ સીએસઆર એકસેલન્સ એન્ડ લીડરશીપ અવોર્ડ‘સપોર્ટ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ ઇન ક્વોલીટી ઓફ એજ્યુકેશન’ માટેનો

 

પર્યાવરણ

ફિનોલેક્સમાં, અમે પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સતત પ્રયત્નશીલ છીએ અને એનાં સંરક્ષણ માટેના પ્રયત્નોને અમે માન આપીએ છીએ. પર્યાવરણની સુરક્ષા અમારી પ્રવૃત્તિઓનું અભિન્ન અંગ છે. અમારી બધી સાઈટનાં પર્યાવરણીય પરિબળો એક એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ સેલ, નિયમિત ઓડિટ દ્વારા મોનીટર અને કંટ્રોલ કરે છે જે મેનેજમેન્ટ દ્વારા રિવ્યૂ થાય છે. અમારો રત્નાગીરીનો પ્લાન્ટ, ટીયુવી, જર્મની દ્વારા ISO ૧૪૦૦૧:૨૦૧૫ પ્રમાણિત છે અને બીજા પ્લાન્ટ્સ માટે પણ એવાં માર્ગદર્શનો પર કાર્યરત છે. અમારા પોલીમર ઉત્પાદનો ધાતુની જરૂરિયાતને.

 

પ્રદૂષણ નિયંત્રણ

અમારો પીવીસી રેસિન પ્લાન્ટ કમ્પ્યુટરાઈઝડ કન્ટ્રોલ હેઠળ એક બંધ સિસ્ટમમાં કામ કરે છે. કોઈપણ અનિયંત્રિત કે અસ્વચ્છ એમીશન પર્યાવરણમાં ઠલવાતાં નથી. સ્ટેક વાયુઓ અને ચીમનીનાં વેન્ટ જાણીતી સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા નિયમિતપણે મોનીટર કરવામાં આવે છે. પાવર પ્લાન્ટમાંથી નીકળતો ફ્લુ વાયુ, સ્ટેક અને જ્વલનશીલ પ્રવાહી માટે સુસજ્જ ઓનલાઈન મોનીટરીંગ સિસ્ટમ છે જે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે જોડાયેલી છે. વાતાવરણીય હવાની ક્વોલીટી રાષ્ટ્રીય ધોરણો મુજબ મોનીટર થાય છે. આખા વરસ દરમ્યાન સતત વિવિધ સ્થળેથી હવાનાં સેમ્પલ ભેગા કરવામાં આવે છે અને શ્રેષ્ઠ પ્રક્રિયાનું પાલન થાય છે.

 

વોટર હાર્વેસ્ટિંગ

 

ડેમ

રત્નાગીરી પ્લાન્ટથી ૭ કિલોમીટર દૂર, થોર્લી નદી પર ફીનોલેક્સે ડેમ બાંધ્યો છે. આ ડેમને લીધે જે પાણી પહેલાં દરિયામાં વહી જતું હતું તેનો બગાડ થતો અટક્યો છે. તેને લીધે આસપાસનાં વિસ્તારોમાં ભૂતળ પાણીનાં સ્તર ઉંચા થયા છે.

 

રેન વોટર હાર્વેસ્ટિંગ

ફીનોલેક્સે રત્નાગીરી પ્લાન્ટ ખાતે વિશાળ ક્ષમતાવાળા સપાટી પરનાં ૨ જળાશય બનાવ્યા છે જેની ફરતે જીઓમેમ્બ્રેન છે અને દરેક જળાશયની ક્ષમતા ૩.૦ લાખ ક્યુબિક મીટર છે. આ જળાશયો કુદરતી જમીનનો ઉપયોગ કરે છે જે રેન વોટર હાર્વેસ્ટિંગને ખૂબ મદદરૂપ થાય છે. 

 

પ્રવાહીનું રીસાયકલીંગ

રત્નાગીરીમાં રોજ ૩,૦૦૦ ક્યુબિક મીટર જેટલું જલીય પ્રવાહી ઉત્પન્ન થાય છે અને લગભગ ૫૦% જેટલું પ્રવાહી પર પ્રક્રિયા કરીને બોઈલર ફીડ વોટર ક્વોલીટીમાં રૂપાંતરિત થાય છે અને પ્લાન્ટમાં ફરી વપરાય છે.

બાકી રહેલું પ્રવાહી, મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં નિયમો મુજબ અમારા ટેક્નોલોજીકલી અદ્યતન કહી શકાય એવાં પ્રવાહી ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં સંપૂર્ણ રીતે ટ્રીટ કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય ટ્રીટમેન્ટની સગવડ છે. ટ્રીટ કરેલું પાણી પછી અમારા ૧૫૦ એકરમાં પથરાયેલા પ્લાન્ટનાં સંકુલમાં વાવેલા છોડ અને ઝાડની સિચાઈ કરવામાં વપરાય છે.  

ફીનોલેક્સે પોતાની ફેક્ટરી માટે શૂન્ય ઝેરી પ્રવાહી ડીસ્ચાર્જનો સિધ્ધાંત અપનાવ્યો છે. અમે ખાતરી કરી લઈએ છીએ કે કોઈપણ જાતનું પ્રવાહી અમારા પ્લાન્ટની બહાર ટ્રીટ થયા વગર છોડવામાં ન આવે. પ્લાન્ટમાં ૨૪ કલાક વિજીલન્સ ચેક દ્વારા ઝીણવટપૂર્વક મોનીટરીંગ કરવામાં આવે છે.

 

હરિત ભૂમિ

૧૯૯૦ પહેલાં પ્લાન્ટની સાઈટમાં જે ઉજ્જડ જમીન હતી, તે આજે હરિયાળી ધરતીમાં પરિવર્તિત થઇ છે. ૫૦,૦૦૦ થી પણ વધુ જાતનાં ઝાડ ૧૫૦ એકરનાં વિસ્તારમાં વાવવામાં આવ્યા છે જેમાં કેરી, કાજુ, નાળીયેર, બબૂલ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ઘન કચરો વ્યવસ્થા

ફિનોલેક્સ પોતાના પ્લાન્ટમાં ઘન કચરા માટે વિશ્ર્વ કક્ષાની વ્યવસ્થા કરવા માટે વચનબદ્ધ છે. તલોજામાં મુંબઈ વેસ્ટ મેનેજમેન્ટ ખાતે બધો જ હાનિકારક કચરો, અધિકૃત હાનિકારક કચરાનાં નિકાલ માટેની વ્યવસ્થામાં નિકાલ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત, ઇકો રીસાયકલીંગ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક કચરાનો નિકાલ કરવામાં આવે છે.

કેન્ટીનનો ભીનો કચરો મશીનમાં પ્રોસેસ થાય છે જે એઠવાડને કુદરતી ખાતરમાં પરિવર્તિત કરે છે. લીલો કચરો કચડીને ગોળીમાં પરિવર્તિત કરાય છે જે કેન્ટીનમાં ઈંધણ તરીકે વપરાય છે.

પ્લાસ્ટિક કચરાનાં ઉત્પાદનને ઘટાડવાની અમારી નીતિ છે. બધો જ પ્લાસ્ટિક કચરો સંપૂર્ણપણે અલગ કરીને રીસાયકલ કરવામાં આવે છે.

 

ધ્વનિ પ્રદૂષણ

રાજ્ય સરકાર દ્વારા સૂચિત નિયમો મુજબ પ્લાન્ટ્સનાં ધ્વનિ પ્રદૂષણનાં સ્તર જળવાય છે.ઉંચા અવાજવાળી જગ્યાઓમાં, જેમકે કોમ્પ્રેસર અને બ્લોઅર હાઉસમાં, એચએસઈ માર્ગદર્શિકા દ્વારા ખાતરી કરવામાં આવે છે કે કાન માટેનાં પ્રોટેક્શન પહેરવા (ઈયર માફ અને ઈયર પ્લગ્સ) ફરજીયાત છે.

 

ઊર્જા બચત અને અન્ય પહેલ

કાચો માલ અને રાસાયણિક વપરાશની ખૂબ નજીકથી દેખરેખ રાખવામાં આવે છે અને ઓછામાં ઓછા નુકસાન રાખવામાં આવે છે. ફિનોલેક્સ વપરાશના આંકડા વિશ્વભરમાં સમાન ઉદ્યોગના બેંચમાર્કની સરખામણીમાં છે.

અમે પાવર લાઈવ્સ એલઇડી સાથે અમારી લાઈટિંગ્સને બદલવાની સાથે સાથે નવીકરણ ઉર્જા ઉત્પાદન માટે સૌર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની શક્યતા શોધવાની એક ડ્રાઈવ પણ લીધી છે.

 

સ્વાસ્થ્ય

કર્મચારીનું સ્વાસ્થ્ય અને સુખાકારી ફિનોલેક્સમાં સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. આ યાત્રાની શરૂઆત, દરેક નવા જોડાતા કર્મચારીનાં પ્રિ એમ્પ્લોયમેન્ટ મેડીકલ પરિક્ષણ દ્વારા થાય છે જેમાં સમાન્ય પરિક્ષણ, હેમોગ્રામ, લીવરની કામગીરીની ટેસ્ટ, બ્લડ સુગર લેવલનું મોનીટરીંગ, વગેરેથી થાય છે.

અમે સામાન્યપણે કર્મચારીની સુખાકારી જાળવવા માટે એક વાર્ષિક કેલેન્ડરને અનુસરીએ છીએ. કર્મચારીના પ્રોફાઈલ પર આધારિત અત્યાધુનિક ડાયેગ્નોસીસ ટેસ્ટ ડોક્ટરની સલાહ મુજબ થાય છે. એમનાં સ્વાસ્થ્યની દેખરેખ અમારા ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરમાં થાય છે. અમારું રત્નાગીરી સેન્ટર એક એમ્બ્યુલન્સ, ૬ બેડ અને પ્રશિસ્ક્ષિત પુરુષ નર્સની ૨૪ કલાકની સેવાથી સુસજ્જ છે. ડોક્ટર પણ ૨૪ કલાક ઉપલબ્ધ છે.

 

અગ્નિ સુરક્ષા

કટોકટીની સજ્જતા માટે, મૉક ડ્રિલ્સ અને ફાયર ડ્રિલ્સ નિયમિતપણે કરવામાં આવે છે. ફિનોલેક્સ ફાયર એન્ડ amp; સલામતી વિભાગ નવીનતમ ફાયરફાઇટિંગ સાધનો અને વ્યક્તિગત સુરક્ષા સાધનો સાથે સજ્જ છે. મેન્યુઅલ કોલ પોઇન્ટ્સ (એમસીપી) સરળ ઍક્સેસિબિલિટી માટે વિવિધ ઝોનમાં સ્થિત છે. કોઈપણ સંભવિતતાની કાળજી લેવા માટે ઘડિયાળની આસપાસ ત્રણ સંપૂર્ણ સજ્જ ફાયર ટેન્ડર ઉપલબ્ધ છે. પ્રેસ્યુરાઇઝ્ડ ફાયર વોટર નેટવર્ક અમારા આજુબાજુના તમામ વિસ્તારમાં ચાલે છે. યોગ્ય ફાયર વોટર પમ્પ્સ જમાવટ માટે ઉપલબ્ધ છે અને હેડર પ્રેશર ડ્રોપ પર આધારિત છે. ઑનસાઇટ કટોકટી વ્યવસ્થાપન યોજના નિયમિતપણે પ્રેક્ટિસ કરવામાં આવે છે.

 

રોજગારી

અમે સહુનાં વિકાસમાં માનીએ છીએ અને ફીનોલેક્સ માટે એનો અર્થ એ છે કે આસપાસમાં વસતો જે સમાજ હોય તે વિકસે અને સમૃદ્ધ થાય. અમારા રત્નાગીરી ખાતેનાં પ્લાન્ટમાં, ૬૦૦+ કર્મચારીઓમાંથી ૭૦% જેટલા રત્નાગીરી જીલ્લો અને કોકણ પ્રદેશનાં સ્થાનિક વિસ્તારમાંથી આવે છે.

એ સિવાય અમારી પ્રવૃત્તિઓને લીધે ઘણી બધી આડકતરી રોજગારી ઉત્પન્ન થાય છે જે આસપાસનાં વિસ્તારોમાં સમૃદ્ધિ લાવી છે.

 

કુશળતા વિકાસ

દેશનાં બીજા ક્રમનાં સહુથી મોટા પીવીસી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને સુરક્ષા અને ક્ષમતા સાથે સંચાલિત કરવા માટે કુશળ અને યોગ્યતાવાળા કર્મચારીઓની જરૂર પડે. એટલે ફિનોલેક્સ માટે એ બહુ જરૂરી છે કે એનો મેનપાવર શિક્ષિત અને સક્ષમ હોય. એની ખાતરી કરવા માટે, અમે મુખ્ય ટેકનિકલ ક્ષમતાની ખામીઓ શોધી કાઢીએ છીએ અને એ ખામીઓને સુધારવા માટે ઇન્ટર્નલ/એક્સ્ટર્નલ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ વડે યોગ્ય ટ્રેનીંગ આપીએ છીએ. 

 

સીએસઆર

અમારી સીએસઆર પ્રવૃત્તિઓનું કેન્દ્ર શિક્ષણ, સ્વાસ્થ્ય, સમાજ વિકાસ અને પાણી પુરવઠો છે. ફિનોલેક્સ રત્નાગીરી ખાતે એક એન્જીનીયરીંગ કોલેજ અને પ્લાન્ટની સાઈટ પાસે એક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ચલાવે છે. નજીકની સ્કૂલોને અમે આર્થિક મદદ વડે આધાર આપીએ છીએ.

અમારા પ્લાન્ટની આસપાસ પ્રાથમિક સ્વાસ્થ્યની કાળજીને પ્રોત્સાહન આપવા માટે, અમે સ્વાસ્થ્ય કેમ્પ્સનું આયોજન કરીએ છીએ, મેમોગ્રાફી કેન્દ્રો ચલાવીએ છીએ, સેરીબ્રલ પાલ્સી માટે ફીઝીયોથેરાપી કેન્દ્રો, વગેરે ચલાવીએ છીએ.

આસપાસનાં ગામડાઓ માટે વિવિધ સમાજ વિકાસની સ્કીમ સ્થાપિત કરવામાં આવી છે જેમકે સ્ત્રીઓ માટે કુશળતા વિકાસ, મંદિરનાં બાંધકામ માટે દાન આપવું, વગેરે. રાષ્ટ્રીય ગ્રામીણ પેય જલ યોજનામાં અમે યોગદાન આપીએ છીએ અને આસપાસનાં વિસ્તારોમાં ચોખ્ખું પાણી પૂરું પાડીએ છીએ.

 

શાસન

અમારું કોર્પોરેટ ગવર્નન્સ અમારી મૂલ્ય પ્રણાલીનું પ્રતિબિંબ છે જે અમારી સંસ્કૃતિ, નીતિઓ અને અમારા હિસ્સેદારો સાથેના સંબંધોને સમાવી લે છે. સંપૂર્ણતા અને પારદર્શિતા એ અમારા કોર્પોરેટ શાસન વ્યવહારોની ચાવી છે જે ખાતરી કરવા માટે કે આપણે હંમેશાં અમારા હિતધારકોના ટ્રસ્ટને પ્રાપ્ત અને જાળવી રાખીએ.

અમારું કોર્પોરેટ ગવર્નન્સ ફ્રેમવર્ક એ સુનિશ્ચિત કરે છે કે અમે સમયસર જાહેરાત કરીએ છીએ અને અમારા નાણાકીય અને પ્રદર્શન અંગેની સચોટ માહિતી તેમજ ફિનોલેક્સના નેતૃત્વ અને શાસનને લગતી જાહેરાતોને સાચી માહિતી શેર કરીએ છીએ. અમે માનીએ છીએ કે કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે એક સક્રિય, સુખાકારી અને સ્વતંત્ર બોર્ડ જરૂરી છે. ફિનોલેક્સમાં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અમારા કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસના મુખ્ય ભાગ છે. બોર્ડ મેનેજમેન્ટના કાર્યોની દેખરેખ રાખે છે અને અમારા હિસ્સેદારોના લાંબા ગાળાના હિતોનું રક્ષણ કરે છે.

તપાસ ફોર્મ

કોઈપણ વેપાર પૂછપરછ માટે કૉલ કરો

18002003466

તપાસ ફોર્મ

નીચે આપેલી વિગતો ભરો અને અમારા એક્ઝિક્યુટિવ્સમાંના એક ટૂંક સમયમાં તમારી પાસે આવશે.